મહોબત બદનામ છે, મિલનની ઘડીઓ મહી
પ્રતીક્ષા સચવાઈ છે, જુદાઈની ગડીઓ મહી.
નિહાળું છું પ્રેમને, હું અહી શબ્દોના વેપારમાં,
કદીક ગઝલમાં, કદી કવિતાની કડીઓ મહી.
ના આવશે એ દિવસો હવે પાછા ફરી અહી,
સમયે છેલ્લો પડાવ ઉંમરનો, જડીઓ મહી.
કૃપા તો માનવી રહી પુરાણી એ યાદોની ઘણી,
દઈ જાતી ચમક, ઝાંખી આંખોની કણીઓ મહી.
આજ લગી એક વાત હ્રદય મહી મક્કમ રહી
થશે મિલન ક્યારેક, આભ ધરાનું સદીઓ મહી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply