મહામૂલી બધીયે લાગણી સાથ વાવેતર થયું
તમારી વ્હાલભીની માવજતથી લીલુછમ ખેતર થયુ
હતું આભાસી જેવું જીવન તમારા આગમન પ્હેલા અને,
તમે આવ્યા ને મારી જિંદગી જાણે તેજ નુ ઘર થયુ
અમોને કોઇ સમજણ ક્યા હતી સહવાશ સાચો જે કહે?
વિતાવી પળ તમારી સાથ ને મનડુ સમજથી તર થયું
પડીકામાં વિટેલો પ્રેમ સાચવતા અમે થાકી ગયા
ઉચક જીવે તે ખોલ્યુ ને, અમારા પ્રેમનુ વળતર થયુ
અમે ભૂલ્યા હતા મેળાની રંગતને એ મસ્તીની મજા
વિચારોમાં હુ તારી શું ચડી, ને મનડુ તરણેતર થયુ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply