એક લીલી લાગણીનું વળગણ હતું
વેલ થઇ વળગી શકું એવું થડ હતું
હું લપેટાઇ હતી એ લીલાશમાં
ભૂલવું મારે હતું પણ મન જડ હતું
પ્રેમ નીતરતો રહ્યો બે આંખો ભરી.
ફૂલ પર ઝરતું હતું એ ઝાકળ હતું.
જે નજરથી દૂર ખૂશ્બૂ જાતી રહે
એ વિદા વેળા પલળતું કાજળ હતું.
આંખ સામે હોયને અડકી ના શકો
પ્રેમમાં કાયમ થતુ જૂનું છળ હતું
ક્યાં પનારો શબ્દ સાથે મારો હતો
એક જણને યાદ કરવાનું બળ હતું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply