મારા હિન્દૂસ્તાનને બદનામ કરતી હવાને નામ એક ,
વાઘ, ચિત્તા, દીપડા ગમતા થયા,
શહેરમાં કૈ’ આગિયા ડરતા થયા.
દર્દ પોતાનું અનુભવતા થયા,
સૂરમાં સૂરો પછી ભળતા થયા.
આઈના તૂટી ગયા, શ્રદ્ધા ડગી,
રક્ષકો શા, કંટકો નડતા થયા.
ધર્મના નામે જુદી થાળી કરી,
ખુરશીઓ ખાતર રમત રમતા થયા.
“શોશિયલ મિડીયા”, “સિયાસત” બેજણાં,
એક ઘટનાને વધુ ઘડતા થયા.
ખીલતા પહેલાં કળી મૂરઝાઈ ગઇ,
છોડ, વ્રુક્ષો, વેલ સૌ રડતા થયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply