ચાલો, નગરમાં શોધીએ ગાંધીના ગાલને,
બુદ્ધિએ તીર માર્યો મારા સવાલને.
એ પણ હવે ગણાય છે સંસ્કાર, દોસ્તો,
કોઈ કહે કે : ચાંદ પર કાદવ ઉછાલને !
જેની સમજમાં આવશે દિપક જલાવશે,
મૂકી મે ખુલ્લા માર્ગમાં દિલની મશાલને.
‘લાશો બિછાવી’, વિશ્વની દોલત ઉભી કરી,
આજે દશા છે, લોક લૂટે છે એ માલને.
એનીય જાહેરાત કરો, ટીવી સ્ક્રીન પર,
ગાંધીના વાનરોની એ’ જીંદા-મિસાલને.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply