લેબમાં જઈને આ પ્રયોગ થયો,
માનવીને પશુનો રોગ થયો.
હા, બીમારીના કંઇ ઈલાજ થયા,
મોતને ટાળવાનો યોગ થયો?
રાજકારણની મહેરબાનીથી,
હું ગુનાહગાર નામજોગ થયો.
એક નાની ક્ષતિના કારણથી,
નાવ, નાવિકનો દ્દઢ વિયોગ થયો.
જીંદગી પૂર્ણ થઇ ગઇ ‘ સિદ્દીક’,
ખુશ હતા કાલ, આજ સોગ થયો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply