ફૂલને છોડીને કાંટામાં ગયા,
આ વિચારો કેમ કોમામાં ગયા ?
કામ કરતાં પણ વધુ વાતો હતી
આપણે નાહકની ચર્ચામાં ગયા.
ગર્વ કરવાથી ભલાઈ રદ થઈ,
દાન આપીનેય ઘાટામાં ગયા.
સત્ય કૈં સમજાય એ કારણ અમે,
પાપના કર્યા એ ડાઘામાં ગયા.
એમ તો મળવું’તુ તોયે ના મળ્યા,
પણ હતું મળવું તો સપનામાં ગયા.
એક ઘટના આજ શું દોટે ચડી,
એ હકીકત થઇને છાપામાં ગયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply