જે ન’તા લખતા, એ લખતા થઇ ગયા.
“એફ.બી” પર પ્હાંણ તરતા થઇ ગયા.
જેમનો અમને પરિચય પણ નથી,
એય સૌ અમને ઓળખતા થઇ ગયા.
બોંબ, મિસાઈલ, જહાજો, લશ્કરો,
“વાયુ”ના નામે ફફડતા થઇ ગયા.
મેં કહ્યું કે ઈશ્ક કરવું, છે ગુનોહ-
ત્યાં તો સૌ ફળિયા બગડતા થઇ ગયા.
સ્વર્ગની ચાવીને સાચવ્વા ફકત,
ભાઇઓ ઘરમાં ઝઘડતા થઇ ગયા.
કાલ કષ્ટો આપતા’તા સંતને,
એમના ઉત્સવ ઉજવતા થઇ ગયા.
બાળકો તો ઠીક “સિદ્દીક”, “પબ્જિને”,
મોટા મોટા લોક રમતા થઇ ગયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply