લાગે મુલાકાત આજ કાલની હતી
પ્રીત તો વર્ષો જૂની રોજની હતી
પ્રભાતે ઉગ્યો સુરજ આભ આંગણે
આશા ની ઉગતી સવાર રોજની હતી
મધ્યાહે મળ્યો છાંયડો વાદળીનો
હથેળીનો છાંયડો વાત રોજની હતી
સંધ્યા એ પાથર્યો પાલવ સતરંગી
યાદોની ભીની સાંજ રોજની હતી
ખીલ્યો જો ચંદ્ર રૂપાની થાળી ભરી
તારી પ્રીતની રોશની રોજની હતી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply