લાગણીઓ ને વાચા ફૂટી ત્યાં ઉઘડી સવાર
આ લંબાએલી રાત છૂટી ત્યાં ઉઘડી સવાર
તમન્ના હતી જિંદગીને જે શમણું માણવાની
જરાક મોડી આંખ મીચાણી ત્યાં ઉઘડી સવાર
સરતા સોનેરી સપના એ પતંગિયા ની પાંખે
જ્યાં નખશિખ રંગાયા હૈયા ત્યાં ઉઘડી સવાર
સાચવ્યાં જેને બહુ કાજળ ઘેરી આંખો મહી
ગાલે સહેજ રેલાયું કાજળ ત્યાં ઉઘડી સવાર
ભર નીંદર માં રેલાઈ આ મૌસમ તમારા રૂપની
જોઈ જરા શરમાયો ચાંદ ત્યાં ઉઘડી સવાર
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply