ક્યાંક ખરીદ ચાલે છે તો ક્યાંક વેચાણ ચાલે છે
જનતા બની છે બેહાલ, સતાનાં કમઠાણ ચાલે છે
મય, મની, મસલ ને લેધર કરન્સી એ જ છે જીવંત
મૃત લોકશાહી પાછળ પ્રજાની મોકાણ ચાલે છે
રાજધર્મ, વિરોધપક્ષ ને એવું બધું છે માત્ર ચોપડે
ખોદે અનિતિથી તેની જ સોનાની ખાણ ચાલે છે
મત ગમે તેને આપો મહત્વ હવે નથી તેનું કંઈ પણ
રાજકારણીઓનો ભાગમાં જ બધે વેપાર ચાલે છે
ઠાલાં વચનો આપવામાં કોઈ પક્ષને નથી દરિદ્રતા
પળે પળે ફરતાં નેતાનો વાણી વ્યભિચાર ચાલે છે
ફરી જન્મી ગાંધી, સરદાર અપાવે સાચું સ્વરાજ્ય
ધર્મ, જાતિ, પક્ષ નામે ભાગલાંનો કારોબાર ચાલે છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply