સ્ત્રીની હાલત તો કાયમી ત્યાં ની ત્યાં હોય છે
ક્યાંક આયેશા તો ક્યાંક એ નિર્ભયા હોય છે
વાતો તો પુરુષો મોટી મોટી કરે છે યુગોથી
અગ્નિ પરીક્ષા,વસ્ત્રાહરણની ના દયા હોય છે
જેટલી ગાળો હોય છે તે બધી છે સ્ત્રી સંદર્ભી
ભ્રુણ હત્યામાં ય દીકરીની જ કાયા હોય છે
‘વહુ’ આજીવન ‘વહુ’ તરીકે પારકી લેખાય છે
દહેજ,હિંસા,રેપમાં કેટલાંયની માયા હોય છે
સમોવડીનાં સપનાં જોતી રહે છે આજીવન એ
ઇમારતો રહે ઊંચી,પાયા હંમેશા પાયા હોય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply