ક્યાં સુધી તારૂ મારૂ કરવાનુ,
કેટલું જગને પ્યારૂ કરવાનુ.
એમને જીદ, બગાડી નાખું જગ,
મુજને ઈચ્છા છે સારૂ કરવાનું.
શીખ્યો છે નદીને પી દરિયો,
દિલને હંમેશ ખારૂ કરવાનુ.
જિંદગીભર તને જ ખુશ કરવા,
કામ છે એકધારૂ કરવાનુ.
કોણ સળગાવશે ગઝલ દિવો,
ક્યાં સુધી આ લવારૂ કરવાનું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply