ક્યાં દીવાલો તોડું છું. . હળવા થવા. . ?
માત્ર બારી ખોલું છું. . હળવા થવા. . !
વાત ખાલી માંડું છું. . હળવા થવા. . ?
કે બહાનું શોધું છું. . હળવા થવા. . ?
ભાર લાગે જ્યાં દિમાગી તર્કનો. .
ત્યાં હ્રદય અજમાવું છું. . હળવા થવા. . !
કાલના અજવાશની શ્રધ્ધા વધી,
રાતને સંકોરું છું. . હળવા થવા. . !
રાહબર થઈ જાય છે, પીડા બધી. .
હાથ અનો થામું છું. . હળવા થવા. . !
શબ્દમાં આવે વજન એ કારણે
મૌન ઘૂંટી રાખું છું. . હળવા થવા. . !
આ ગઝલની કેફિયત બસ. . એજ કે-
હું મને સંબોધું છું. . હળવા થવા. . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply