ક્ષિતિજ પાર રેખા ને આંબવા જો મન આતૂર બને તારૂં
કાશ!યાયાવર પંખીની જેમ ઉડાન ચકચુર બને તારૂં
માણસના મન લગી પહોચવાને ખ્યાલોની લગનીમાં,
ભેગી લાગણીઓ નું બળ તે આતમનું નૂર બને તારૂં
અસ્તિત્વ સઘળે છવાય જો બારેમાસ વસંત બનીને
ખ્યાલોમાં ચોતરફ મહેકતું મન ભલે મગરૂર બને તારૂં
હેલી થઇને પ્રેમની ઉછળે એકાંતમા યાદોનો સાગર
નદીને સમાવવા મન દરિયા જેમ તૃષાતૂર બને તારૂં?
કોઇ વિસ્મય જેવું લાગતું નથી ચાહતના જાદુથી પર
બંધ આંખ પાસે ને, ખોલું તો અસ્તિત્વ દૂર બને તારૂં
ઘટના કોઇ અમસ્તી બનતી નથી જગતના પટમાં
રાજ કરૂં જ્યાં હું, એ સ્થળ આખરે અત:પૂર બને તારૂં
અતઃપૂર – રાણી વાસ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply