કોણ રોજ આંખોમાં ભરાઈ જગાવ્યા કરે છે
એક પગરવ થઇ શ્વાસમા સતાવ્યા કરે છે
રોજ મળવાને મને તરકીબ નોખી કરે છે
શબ્દ સંગાથે અટકચાળા બતાવ્યા કરે છે
હથેળીમાં થઈને રેખાઓ સળવળાટ કરે છે
ખેલ જુઓ તકરીરના કેવા બતાવ્યા કરે છે
એમને નોખુ થવાનું ના સહેજ પણ ગમે છે
કોઇ પણ બ્હાને મને વાતો કરાવ્યા કરે છે
એક ધારૂં લાગણીનું વણગણ તો બને છે
ને નકામી બેચેની પળેપળ વધાર્યા કરે છે
કોઇનું આંખોને ગમી જાવું સહજ વાત છે
કોઇ છે, એવા ચમન દિલમા વસાવ્યા કરે છે
ગઝલ કાવ્યો તો મારા રોજનાં સાથીદાર છે
ઝાલી મારા મનને તે કાયમ લખાવ્યા કરે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply