કોણ હૃદયને હચમચાવશે તારા વિના
કોણ ફરીફરી યાદ આવશે તારા વિના..?
જુદાઈ ના દર્દથી સાવ કોરીકટ્ટ આંખ આ,
કોણ અમીજળ બનીને વરસે તારા વિના?
ચુકી જવાય છે ધબકારો તારી યાદમાં
કોણ લાગણી થી સહુને ભીંજવે તારા વિના?
યાદોનું આલ્બમ એકાદ પાનમાં ના સમાય,
કોણ દોસ્તીની ધડકન બનસે તારા વિના?
કોણ કારણ વગર મનાવશે તારા વિના,
કોણ અકારણ મારાથી રુઠશે તારા વિના?
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply