કોણ આવી અહી જાળ છુપી રખાવી ગયું
સાવ ભોળા કબૂતરના પગને ફસાવી ગયું
પાંખ સાબૂત એની છતાં ઊડવાનું ગયું
આભમાં ઊડતા જીવને આ રડાવી ગયું
જે ફસાવે છે તેનીજ પાસે મળે ના મદદ
મારનારો ઉગારે નહિ આ જણાવી ગયું.
જાતને છોડવાની મથામણ પછી હાર થઇ
આજ જીવન છે એવું સત્ય જે હરાવી ગયું
આંખમાં છેવટે એક આશા હજી પણ રહી
જો બળીયો હશે સાથ સમજો છોડાવી ગયું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply