કોઇ સારો અને ખરાબ નથી,
આપણું દિલહજુગુલાબ નથી.
ભૂલના કંટકો જ ખૂચે છે,
કોઇ નિષ્ફળ કે કામયાબ નથી.
આ ધરા વિશ્વ રોજ ચાખે છે.
કોઇ પાસે ખરો હિસાબ નથી.
તુ વિરોધી ભલે વિવેચકનો,
તારી રચનાય લાજવાબ નથી.
ગ્રંથ મોઘા છે જ્ઞાન સસ્તુ છે,
શિક્ષકોનો હવે પ્રભાવ નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply