કોઈ સમ દે ને તમે રોકાઈ જાઓ, વાતમાં શું માલ છે,
આવજો બોલોને, કંપે નહિ અવાજ એ ચાહમાં શું માલ છે.
લાગણીઓ ધીકતી જો હોય ત્યાં, મેળે ઘર વસે આપણું
કોઈ આંગણ આવકારે મન વિના, મીઠાશમાં શું માલ છે
જે ઉપર ચડવાનું એ નીચે કદી પડવાનું છે નક્કી અહી
ગેસના ફૂગ્ગા જેવાં ખોટા રચાતાં ખ્યાલમાં શું માલ છે
કામથી સાચી બને છે માનવીની ઓળખ જગતમાં બધે,
એક ખાલી અટકથી બદલે મન એવી જાતમાં શું માલ છે .
જિંદગીભર સાથ દેવાનું વચન આપે છે લોકો વાતમાં
ને જરૂરત હોય ત્યારે ના મળે એ સાથમાં શું માલ છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply