કોઇ પણ કેડી સરળ ના હોય દોસ્ત,
જીંદગી તદ્દન સફળ ના હોય દોસ્ત.
કોઈ કારણ દર્દનું મળશે જ ત્યાં,
એમ કંઇ આંખો સજળ ના હોય દોસ્ત.
એના સ્વાગતમાં છે હસ્તા સૌ ગુલાબ,
એના ગજરામાં કમળ ના હોય દોસ્ત.
કોરોના, “પબ્જી’નું કારણ હોય તો જ,
એટલા બાળક ચપળ ના હોય દોસ્ત.
શ્રમ વગર મંઝિલને જીતી ના શકાય,
એમ કદમો નિષ્ફળ ના હોય દોસ્ત.
એ રીતે “સિદ્દીક” ગઝલ લખતા રહો,
પાપડી ભેગી ઈયળ ના હોય દોસ્ત.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply