કોઈ છે ‘ ની લાગણી થઈ !
ભીતરે થી રોશની થઈ !
આ સમયની શારડી થી,
કેટલી ક્ષણ વાંસળી થઈ !
પત્ર લખવા આંખ બેઠી,
ને, અષાઢી વાદળી થઈ !
પંખી આવ્યું લઈ તણખલું,
તો, ટહુકતી ડાળખી થઈ !
ભાવિ મારું મેં લખ્યું છે,
હસ્તરેખા પાંગળી થઈ !
ઝાંઝવા સમ છે અરીસા,
રોજ એવી ખાતરી થઈ !
આ ગઝલ સંજીવની છે,
જાત એમાં જીવતી થઈ !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply