કોઈએ આવીને કાનમાં કહ્યું,
કે તું મને પ્રેમ કરે છે.
ફૂલોએ હસતાં હામી ભરી,
સુગંધે લાજ શરમ ખુલ્લી મૂકી,
ભમરા ગુન ગુન ગુંજી ઉઠ્યા
લે! એ તને પ્રેમ કરે છે…
હૈયાને તળિયે બેઠેલી ઇચ્છાઓ,
ફરી ફરી ગણગણવા લાગી.
એ હાલકડોલક હૈયું મારું,
ગીત મઝાનું ગાવા લાગ્યું.
હા એ મને પ્રેમ કરે છે…
કુણો કુણો અભાવ બધો
ઝાકળની જેમ ઉડવા લાગ્યો.
ચાતક બનેલી નજરો મારી
ચારેકોર કશું શોધવા લાગી,
એ કોણ જે મને પ્રેમ કરે છે.
હા! જીંદગી તું મનેજ પ્રેમ કરે છે ..
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply