દ્વારો ખખડતાં, ઘરમહી શ્વાંસો ડરી ગયા,
ખાલીપણામા કેટલા તર્કો જીવી ગયા!
જેની હજી તો કલ્પના કરતા હતા અમે,
સામે નહીં પણ સ્વપ્નમાં જાણે મળી ગયા.
થોડા દિવસ પછી ઘરે પાછા ફર્યા કદમ,
સ્વાગતમાં સર્વે ફૂલના મસ્તક ઝૂકી ગયા.
ડમરુ વગાડતાં જ અચાનક આ શહેરમા,
ઘોડાં લગામ છોડીને ટોળે વળી ગયા.
દરબારમા કૈ’ રાજકુમારો ઊભા હતા,
રાણીને ટૂંકા વસ્ત્રમાં કુંવર ગમી ગયા.
એપાર્ટમેન્ટ, બંગલા, સોસાયટીના સૌ,
પર્ણો દરેક વ્રુક્ષના પીળા પડી ગયા.
‘ સિદ્દીક ‘ ફકીર દાનતો લેવા ગયો હતો,
લોકો નવા મિજાજના પથ્થર બની ગયા.
સિદ્દીક ભરૂચી.
Leave a Reply