ખયાલો મુખોપરના કળતા રહો,
સમજદાર છો તો સમજતા રહો.
નવા રંગ, ઋતુ નવી છે હવા,
તમે જેમ ચાહો બદલતા રહો.
નથી આપતી સાથ વિજળી હવે,
તમે ખુદ આ ઘરમાં પ્રગટતા રહો.
હશે કોઈ મહેમાન સમજી શકું,
જરા બારણાઓ ખખડતા રહો.
દવા કામ આપે નહિં , જખ્મ પર,
બને જેટલું રોજ હસ્તા રહો.
ખુશી તો છવાશે કદી મુખ ઉપર,
અરે, વાદળો તમ ગગડતા રહો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply