ખુશી મનાવીએ આઝાદીની, તો મનથી ક્યારે થઈશું આઝાદ
તોડી વર્ષો જૂની ગુલામી, હવે વિચારોને કેમ કરીશું આઝાદ.
પહેલો અવગુણ નાત જાતનો, ને ઊંચ નીચના ભાવોનો,
માણસ સહુ હરિના જન, હરીજન દર્શન માટે શું આઝાદ?
અંગ્રેજોને લડી ભગાડ્યા, ના પીછો છોડતા દંભ દેખાડો,
અંગ્રેજી શીખવાની લ્હાય છે, શું માર્તુભાષાને કહેશું આઝાદ?
ખુરશીની ખેંચમ તાણમાં બંધાઈ ગઈ છે રાજનીતિ
સરહદ ઉપર તહેનાત જવાનો, ક્યારે તેમને કરશું આઝાદ.
વાત નથી આ એક દેશની, બધે દીવા તળે છે અંધારું,
આઝાદીની મઝા માણવા સહુએ જાતે થવું ખાસ્સું આઝાદ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply