ખૂબ સુંદર વ્યવહાર થઇ જાયે,
તુજને મારાથી પ્યાર થઇ જાયે.
હું તો ઈચ્છું રહી સિયાસતમાં,
તારા સારા વિચાર થઇ જાયે.
શાયરીની શરાબના આદી,
દેશના સૌ કુમાર થઇ જાયે.
છે મુશીબતની રાત માથા પર,
ગમને ચિંતા સવાર થઇ જાયે.
જૂઠા સાચા તમામ મિડિયામાં,
ઈશ્કનો બસ પ્રચાર થઇ જાયે.
ગ્રુહિણીઓને સતાવે છે ચિંતા,
કાશ જલ્દી પગાર થઇ જાયે.
રસ્તે રસ્તે શિકારી શોધે છે,
કોઈ આંખો શિકાર થઇ જાયે.
હિંદુ-મુસ્લિમના ભેદ પાળે છો?
મારા ભીંતરથી બ્હાર થઇ જાયે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply