ખીચોખીચ ભરાયેલાં
ગમતા અણગમતા,
જાણ્યા અજાણ્યા લોકોને સાથ
એ,
રોજ અહી થી તહી
ફંગોળાતી રહે છે.
જુદાજુદા સ્ટેશને
અંદર કેટલાય સારા-ખોટા સંવેદનો
ચડતાં ઉતારતા રહે છે.
આ બધાથી અલિપ્ત રહી
ખખડઘજ ના થાય ત્યાં સુધી,
હાંફતી વરાળો ઓકતી
એ,
મહાનગરને ચીરતી, ચીરાતી
એકથી બીજી તરફ
ધડિયારનાં કાંટે સતત દોડતી રહે છે.
એક ટ્રેન,
અને ટ્રેન જેવી જિંદગી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply