ખરીદારોને થઇ છે હિચકીચાહટ,
દુકાનો બંધ થઈ શાને ફટાફટ?
પવન સામે ઘણા દિવા થયા’તા,
કરી આંધીએ આવીને પતાવટ.
જખમ, આંસુ, ગમો, પીડા, સવાલો,
નગરના ભાગ્યમાં છે આ લખાવટ.
પવન આવે અધિકારી બનીને,
ખુલે છે બારી, દરવાજા સટાસટ.
ઊભી બપ્પોર છે, શેકાતી ધરતી,
ને ફૂલોના મુખો પર ખિલખિલાહટ.
જરા શું આવ્યો તારી ગલીમાં,
ઘરેઘર, આંગણે થઇ બડબડાહટ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply