કેમ તેં માની લીધું કે થાકશે ?
મન પ્રતીક્ષારત છે, પાછું નહિ પડે.
શક્ય છે સોળે કળાએ નીખરે.
ડાળ માફક રંગ તારો રાખજે.
પ્રેમની બારાખડી ભણજો તમે,
આ હૃદય તો નામ એનું જાપશે.
ભીતરે છે કોઇ એની થઈ અસર,
હું પણું યે શૂન્ય થઈ જાવા મથે.
દાવ મારો છે મને લેવા તો દે,
તું ચુકાદાની ઉતાવળ કાં કરે ?
લાલ જાજમ થઈ નજર પથરાઈ ગઈ,
એના સ્વાગતમાં તો કંઈ પણ ના ઘટે.
મેં ઉદાસીનું ગજું માપી લીધું,
લઉં કલમ-કાગળ તો ઊભી ના રહે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply