કેમ મુખ બેનકાબ રાખો છો?
કેમ યુગને ખરાબ રાખો છો?
ચાંદ ઝાંખો છે આજ વસ્તીમાં,
ચાંદનો પણ જવાબ રાખો છો.
મેદની હકડેઠઠ ત્યાં જામે છે,
આપ કેવી શરાબ રાખો છો.
આ ચમન ગર્વ લઈને નાચે છે,
કેશમાં , જો ગુલાબ રાખો છો.
બારીએ, છત પર આપનું દર્શન,
ઈશ્કનો શું હિસાબ રાખો છો ?
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply