કાલનું આજે ગણ્યું, નોખું ગણિત. . !
કર્મ વાવીને લણ્યું, નોખું ગણિત. . !
ભૂલવાનું કેમ, ક્યાં ને કેટલું ?
ભાત પાડીને વણ્યું, નોખું ગણિત. . !
તર્ક ને સંદર્ભના પાયા ઉપર,
સંગ-સોબતનું ચણ્યું, નોખું ગણિત. . !
ભાગ્યની ભૂગોળ ને ઈતિહાસથી,
મેં સમય સાથે ભણ્યું, નોખું ગણિત. . !
એકલી પીડાને ખાલીપો મળ્યો,
તો ગઝલમાં રણઝણ્યું, નોખું ગણિત. . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply