કૈ કહે છે આ નમેલી ડાળખી,
કૈ’ક શીખો દોસ્ત , ઝાલી આંગળી.
આપના શ્રુંગાર કરતાં પણ વધુ,
મુજને આકર્ષે છે અલ્લડ સાદગી.
હું નથી લખતો લખાવે છે મને,
એક આ ધરતીનો માલિક,શાયરી.
જેમને ‘ પોતાને ‘ જોવું જોઈએ,
એ,મને આપી રહ્યો છે આરસી.
આભ માથે લઇને કરશે શું વિકાસ !
ખુલ્લી કુથલી કરતો સારો માનવી.
કામ સારા આપશે સત્તા તને,
ને સલામત રાખશે તુજ પાઘડી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply