કારણ વિનાં લોકો અહીંયા ચાંદની ચર્ચા કર્યા કરે છે
ને રૂપ તારૂં જોઇને ખુદ ચાંદ અંદરથી જલ્યાં કરે છે
આખી ધરા ચમકી ઉઠે છે સૂર્યનું પ્હેલું કીરણ પડે ત્યાં
તારા વદનની તેજ કાંતી સૂર્યની ઝાંખી ભર્યા કરે છે
ઊંડો મહાસાગર છે સાબીત ખુદ સરિતાઓના જળ કરે છે
તારા નયનની આ અતળ ઉંડાંઇમાં સાગર ડુબ્યા કરે છે
ગુલમ્હોરની લાલાસમાં વગડો ભલે રંગ્યો બની નવોઢા
તારા રસીલા ગાલને ખુદ કેસુડૉ દિલથી અડ્યા કરે છે
પાતાળમાં પરવાળ મોઘાં ભાવનાં શોધે છે મરજીવાઓ
હોઠોની લાલી જોઇ તારી રત્ન પણ ખામી પૂર્યા કરે છે.
એ જામ,એ સાકી સૂરાહીને,ને મ્હેફીલૉ ભૂલી ગયો છું
ને જ્યારથી મારા ખભા પર ભાર ગરદનનો પડ્યા કરે છે
નાહકની મારી આ નજર મીઠી વગોવે છે તું હરઘડીએ
રુપ કેરુ કામણ બહુ એ જોગીનાં તપને વચમાં નડ્યા કરે છે
અટકી પડી મારી કલમ જોઇને તારા હુસ્નની નવાબી
મારી ગઝલના શબ્દ તારા રૂપની ગાથા કહ્યા કરે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply