કાગળ ઉપર આવીને રમતો જાય સંગાથ તારો
કાવ્યો ગઝલમા રોજ ઢળતો જાય સંગાથ તારો.
ઘુમટામા ઓઢી જાત જ્યારે રાત પૂનમની આવી
મારી તરફ જોતા જ નમતો જાય સંગાથ તારો
હૈયાની સોંસરવો ઉતર્યો ને નયનને ગમ્યો તુંં
ભીતર રગોમાં રંગ ભરતો જાય સંગાથ તારો
ઝુલણા ઝુલ્યા મે બાહુ બંધોમાં મલકતા મલકતા
આવી મનોરથ રોજ ધરતો જાય સંગાથ તારો
ફૂલો સરીખી જાત મારી,ઔસ ઓઢું હુ કાયમ
ભમરા સરીખા સ્પર્શ કરતો જાય સંગાથ તારો
હરતીને ફરતી યાદ સામે આવતી જાય હરપળ
આઘી રહું તો પણ એ નડતો જાય સંગાથ તારો
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply