કાં દવા કાં ઘાત છે.
ક્ષણમાં એ તાકાત છે.
સાચવ્યું એકાંત છે,
એથી મન રળિયાત છે.
ઘર તરફ રસ્તા વળ્યા,
સાંજને નિરાંત છે.
તરણું ઝૂકી જાય ત્યાં,
વાયરાની મ્હાત છે.
તારવી લે સાર તું,
મોસમી જઝબાત છે.
આ અષાઢી વાદળા,
તડકાની સોગાત છે.
પાછું વાળી જોઈ લો,
સાચી એ શરૂઆત છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply