જ્યાં જીવતા ના કોઇએ કદર જાણી
માર્યા બાદ કબર આરસની ખેચી તાણી …
અવનવા રંગોથી સજાવ્યા કર્યો દેહને
જરાક ચૂક થઇ ત્યાં ચાદર સફેદ તાણી …
પહેલા ચડ્યાવ્યો ઠાઠડી એ સાન ભેર
રાત પહેલા લાશ કહીને દફનાવી તાણી …
હું સમજ્યો હવે મારું અસ્તિત્વ કેટલે,
માત્ર હવાનો પરપોટો હવા ગઈ તાણી …
બફાય જ્યારે આતમ મારો કબર મહી
કરું હવાફેર તો ચીસ તમે લાંબી તાણી …
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply