જોશીડો શોધી શક્યો નહિ જે હથેળી મહી
સુખનું સરનામું જડયું તહી એ હથેળી મહી.
મનમાં ઉઠતા ભાવ મેળવ્યા એમની છાંયમાં
સુગંધી ઘારા ઘણી વહી બે હથેળી મહી
સોનેરી સાંજે જરી વધુ નજરાણું આપતી
એની આંખોથી ઝરી રહ્યું જે હથેળી મહી
આભેથી ઉતર્યો ઘરાને જકડી લેવા તાનમાં
ઝીલ્યો વરસાદ પહેલો અહી મેં હથેળી મહી
ભંડારેલી ઝંખના ઉગી નીકળી જાતમાં
આપ્યો ગરમાવો પ્રિયે કહી તે હથેળી મહી
એક રેખાં જન્મની સાથે લખેલી કાયમી
તોયે શોધે છે બધા જઈને હથેળી મહી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply