જો હું તારી સંગમાં શોભી ઊઠી વૈભવ બની.
ફૂલ થઈને એકદમ ખીલી ઊઠી ઊત્સવ બની.
રેશમી તારું સ્મરણ ઘેરી વળે છે આજ પણ,
હું છવાઈ જાઉં છું ધરતી ઉપર પગરવ બની.
જો તને ચૂમ્યા પછી પાગલ હવા અડતી મને,
હું લહેરાઈ જઉં મદહોશ ને માર્દવ બની.
પાસ આવી જો પિયુ હૈયે લગાવી દે જરા,
વીંટળાઈ જાઉં હું પણ આ વખત પાલવ બની.
પ્રીયતમ વરસાદ થઈને નેહનો વરસી પડે
તો વહેતી રહુ હુ મીઠા જળ તણું આસવ બની.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply