જો આ જગત થાય મારે લાયક તો મને જગાડજે
ઝઘડૉ ન થાતો હોય એવી તું જગા મને બતાડજે
આંગણમાં દિપ શ્રધ્ધાનો જલતો સદાને તું રાખજે
જ્યારે ખૂટે જો તેલ, ત્યારે દિલથી તું મને જલાવજે
સંગે પવનને પ્રીતના ગીતો સદા રચાય તે ભલે
ચારે તરફ જો શૂન્યતા વરતાય તો મને પૂકારજે
સંબંધના ટુકડાઓ જન્મે છે સમયના ગર્ભમાંથી જો
વરતાય જ્યારે લાગણીની ખોટ તો મને જતાવજે
આકાશની ભૂરાશ હો કે લાગણીની હોય લાલાશ
નારીનું જીવન હોય રંગથી પરે તો મને જણાવજે
સરહદ હમેશા લાગણીની એક હદમા હોય છે ભલા?
તોફાન મારા દિલમાં ઉઠે તો દિલથી મને બચાવજે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply