જીવનની પાછલી ક્ષણો સુધી પ્રેમી તેની પ્રેમિકાને મનની વાત નથી કહી સકતો. તેના મનની વ્યથા આ કવિતા માં રજુ કરી છે .
જીવનનાં છેવાડે તડફડતું પંખી મળ્યું,
ખુલ્લી પાંખે તેને ઉડવાની તક તો આપ ..
આજ વરસી પડ્યા યાદોના પોટલા ઘણા,
વિરહ-પ્રસંગો ગણવાની તક તો આપ…
બહુ જીદ્દી છે તારું આ બોલકું મૌન,
બંધ હોઠો વડે સંવાદની તક તો આપ ..
શબ્દો તરસે છે મારા એકાંતને અભડાવવા,
જાતી વેળા મને વિખવાદની તક તો આપ..
આજ લગી ભીતરે ટળવળ્યો છે અવાજ,
એક હુંફાળી લાગણી દેવાની તક તો આપ ..
આથમતી સંધ્યાની પાછલી ક્ષણો આવી
તપેલા સુરજને ઢળવાની તક તો આપ..
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply