જિંદગી ઝેર છે જાણી અમથી ઢોળી નથી,
દુઃખ આવે જિંદગીને સસ્તામાં તોડી નથી.
જીવતા રહેવા શ્વાસ લેવા અને કાઢવા પડે,
એ મહેનત વિના શરીરની કિંમત કોડી નથી.
મંઝીલને પામવા મહેનત ઘણી કરવી રહી,
આવી સામે હાથ ફેલાવી વાટ ઉભી નથી.
મનાવો દિલથી તો જરૂર મનાઈ જાશે દિલ,
ફૂલ’સા હૈયામાં અકારણ મહોબત રૂઠી નથી.
ફેલાવો બે હાથ શ્રધ્ધાથી ઈશ્વર મળી જાશે,
પ્રાર્થનાઓમાં શક્તિ ઘણી એમ ખૂટી નથી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply