ઓ માનવી તારું સુખ ચેન ક્યા ખોવાયું ?
આવ સાથે મળી એ અધુરપ ને શોધી નાખીએ.
જે અસુખ તને અંદર જકડતું જાય છે,
થોડી નવરાશ વીણી તેને મનમાં ખુલ્લું કરીએ.
આ જિંદગીની રોમાંચક ક્ષણોને પકડીએ,
ભારે મનથી, હવાથી નાજુક ક્ષણો નહિ પકડાય.
તેને મુઠ્ઠીભર કરવા હળવા રહીએ,
જેને પામવાની ઈચ્છા ટળવળતી રહી છે,
તેને પકડવાનો જાદુ શીખી લઈએ.
ખુશીઓનો તું કદી સંગ્રહ નાં કરીશ,
ખુશ છુ ! તો આવ ઉજવી નાખીએ.
નહીતર ક્યાંક તે હવાની જેમજ છટકી જાશે,
આવને અડધી અડધી વહેંચી લઈએ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply