ચંપલ બદલાય છે પણ ચાલ એ જ છે.
પોતાનાં કે પારકાં સૌને સવાલ એ જ છે.
માનુની, મિલકત, માન માટે લડતાં સૌ
યુગ બદલાય છે પણ બબાલ એ જ છે.
આંધળી કે દેખતી મા ફરે માત્ર સંજોગ
પુત્ર વિરહમાં ઝુરતી ટપાલ એ જ છે.
ડાબી જમણી આંખે ભેદ શોધી શકો પણ,
સંતતિ માટે માવતરનાં વ્હાલ એ જ છે.
હતાં રાવણ, કંસ ત્યારે હવે લાદેન, દાઉદ
રૂપ ફરે છે પણ આતંકનાં ફાલ એ જ છે.
સિકંદર ગયો ખાલી હાથે જાણે સૌ પણ
ખૂંપ્યાં સૌ માયાએ, પ્રભુ કમાલ એ જ છે.
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply