આવો અહીં પહેલા પ્રેમની વાત લખું
આંખોમાં થઇ હતી એ મુલાકાત લખું
જાગતી આંખોએ જોયા સપના બધા
આજ સાચા એ સપનાની હું વાત લખું
હતી ઝરણું ને છતાં કિનારા સાચવતી
કેવી એ દરિયામાં ભળી ગઈ જાત લખું
મારું ત્યજી સહિયારી જે રીત અપનાવી
હવે લાગણીઓ આપણી દિન રાત લખું
જેને મળવું ગમેને પછી મહી ભળવું ગમે
એ કમળમાં ઘેરાતા ભ્રમરની ઘાત લખું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply