જે છોડવાનુ છે એ સઘળું આજ છોડી દીધું
વ્હાલું હતું જે આજ એનાથી મોં મોડી દીધુ
જીવન વિત્યું છે લાલશામાં એક મોતી જેવું
ઝાકળ ગણીને સુર્ય સામે આજ ખોલી દીધું
આધે રહી લાગે બરફનું ઘર રૂપાળું આખું
ગરમી જરા લાગીને જળ જાણીને છોડી દીધું
આંખે વહેતી જાય ઘારા પ્રેમની ઘસમસતી
જ્યાં તેજ ખૂટ્યું,આંખ માથે રણને ઓઢી દીધું
આવ્યો સમય ક્ષિતીજ પર ભેગા થવાને આજે
ત્યા શીવ સાથે જીવનું એકત્વ જોડી દીધુ
મારા હતા સઘળા ભરમ ભાંગીને ભૂક્કો થાતા
શમણાની દુનિયામાં મારૂં સત્ય ખોડી દીધું
~ રેખા પટેલ ‘વિનોદિની’
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાગા
Leave a Reply