જાત સમેટી અવસર ઉજ્વું,
ચાદર માટે શું કરગરવું ?!
ડૂબવા કરતાં તરવું અઘરું,
પ્યાસ ટકાવી પાર ઊતરવું.
આમ સફર આસાન કરી મેં,
ઢાળ-વળાંકે, ઢળવું-વળવું.
વાત ગળે ઉતરી જાશે પણ,
હોય જરૂરી ટાણું કળવું.
અજવાળાંની આશા છે તો-
જલવા કરતાં બહેતર ઠરવું.
છોડ ગણિત ને પાઠ ભણી લે,
શાખ ને કાજે મૂળથી વધવું.
મ્હોરાંને ઝળહળતું રાખી,
સ્હેલું ક્યાં છે ખુદ્દને મળવું !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply