તું હજુ જરા રોકાઈ જાને…
મન ભરી ક્યાં રાતો માણી,
ના તારલીયાની ચાદર તાણી,
માંડ શીખ્યા કલશોર કરતા,
હમણા પાપા પગલી ભરતા
ત્યાં તું છોડી જાય રે શાને…
કહું છું જરા રોકાઈ જાને…
આ પૂર્ણ ખીલ્યા જે ફૂલો રે,
જરા ઝાડ પાનની સામે જોને
છોડી મખમલ ભગવા પહેરતા,
રડતા કકળતા પર્ણો છોડતાં,
નંખાઈ ગયા વિરહ પહેલા.
આવે તેને જવાનું થયું
ના સત્ય કઈ અજાણ્યું ખરું.
બસ મન હજુ ભરાયું નથી,
જરા વસંત સુધી થોભી જાને…
કહું છું જરા રોકાઈ જાને…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply