જરા બાકી રહ્યાં એ શ્વાસ રહેવા દો
જુની યાદો ભર્યા આવાસ રહેવા દો
અહી કૂમળા ફૂલોને ચુભતા કાંટા
નજીવી ઝાકળની નરમાશ રહેવા દો
ભલે કોયલ રહી દેખાવમાં કાળી
તમારા રાગમાં મીઠાશ રહેવા દો
જુદાઈને મિલન તો સાથમાં ચાલે
નયનમાં આંસુની ભીનાશ રહેવા દો
અમાસે આભ ઓઢે છોને અંધારું
તમે અંતર મહી અજવાસ રહેવા દો
તહેવારો જતાને આવતાં રહે છે
જગતમાં પ્રેમનો સાંરાંશ રહેવાદો
હથેળીમા બધાને સરખી ‘રેખા’ હોય
તમારું નસીબ કાયમ ખાસ રહેવા દો
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply