ચોતરફ એક શ્હેરમાં બકવાસ છે,
ખાલી સરકારી ઘણાં આવાસ છે.
એ જ ચિંતા છે, ન બદલી જાય દિલ,
દોસ્ત, તારા પર મને વિશ્વાસ છે.
પારણામાં આંખ ખોલી સૂર્યએ,
એટલે આ ઘર મહી અજવાસ છે!.
એમને ઘરડા-ઘરે મળ્યો પ્રવેશ,
જિંદગીની સૌ પરીક્ષા પાસ છે.
હું વતન છોડીને ‘સિદ્દીક’ ત્યાં ગયો,
રાજપારડી આપણો વનવાસ છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply